આજકાલ ભાગદોડની જીવનશૈલીમાં મોટાભાગના લોકો કોઈને કોઈ રોગના શિકાર બનતા હોય છે. ત્યારે ડેડિયાપાડામાં ટીબી રોગના નિદાન માટે જન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જન જાગૃતિની સાયકલ રેલી ડેડિયાપાડાની સરકારી હોસ્પિટલથી ડેડિયાપાડા બજારના લિમડા ચોક સુધી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હોસ્પિટલના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનાએ ભાગ લીધો હતો.