ઇસ્ટર સન્ડે એપ્રિલ 2023ના રોજ ઉજવવામાં આવે છે. ઇસ્ટરનો તહેવાર ભગવાન ઇસુના પુનર્જન્મ તરીકે ઉજવવામાં આવે છે. આમાં ઇંડા મહત્વપૂર્ણ છે. ખ્રિસ્તીઓ ઇંડાને નવા જીવનનું પ્રતીક માને છે.
ઇસ્ટર જે ભગવાન ઇસુના પુનરુત્થાનના આનંદમાં ઉજવવામાં આવે છે. ઇસ્ટરમાં ભગવાન ઇસુનો પુનર્જન્મ એ પણ એક સંદેશ છે કે સત્ય ક્યારેય મરતું નથી.
એવું માનવામાં આવે છે કે ક્રુસિફિકેશન પછી ત્રીજા દિવસે, ભગવાન ઇસુ સજીવન થયા હતા અને 40 દિવસ સુધી તેમના શિષ્યોની વચ્ચે રહીને તેમને પ્રેમ-કરુણાનો પાઠ ભણાવીને સ્વર્ગમાં પાછા ફર્યા હતા.
બાઇબલ અનુસાર, ગુડ ફ્રાઈડે પર ક્રુસિફિકેશન પછીના ત્રીજા દિવસે, રવિવારે ઇસુનું પુનરુત્થાન થયું હતું. તેથી જ ખ્રિસ્તી ધર્મના લોકો ઇસ્ટર સન્ડેને ખુશીના તહેવાર તરીકે ઉજવે છે અને તેની ઉજવણી 40-50 દિવસ સુધી ચાલે છે.
ઇસ્ટર સન્ડેના દિવસે, ખ્રિસ્તીઓ ચર્ચમાં જાય છે, મીણબત્તીઓ પ્રગટાવે છે, ભગવાન ઇસુને યાદ કરે છે અને બાઇબલ વાંચે છે. પરંતુ ઈસ્ટરમાં ઈસ્ટર એગની ખાસ પરંપરા છે.
ઈસ્ટર સન્ડે પર ઈંડાનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે લોકો ઇંડાને અલગ-અલગ રીતે શણગારે છે અને ઈંડાને વિવિધ રંગોથી રંગવામાં આવે છે અને આર્ટવર્ક કરવામાં આવે છે. આ સાથે તેઓ એકબીજાને ઈંડાની ભેટ પણ આપે છે.
ખ્રિસ્તી ધર્મના લોકો ઇંડાને નવા જીવન અને નવા ઉત્સાહનો સંદેશ માને છે. એટલા માટે ઈસ્ટર પર ઈંડાનું વિશેષ મહત્વ હોય છે.