દિનેશ વસાવા
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગુજરાતમાં વિકાસની મોટી-મોટી વાતો તો દરરોજ કરે છે. પણ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર વિકાસ કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગઈ છે. જી હા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ રોડ રસ્તાઓ બન્યા નથી. જેના કારણે વાહન ચાલકોને દરરોજ મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે.
એક તરફ ભૂપેન્દ્ર પટેલ સરકાર ટુરિઝમનો થશે વિકાસ તેવી વાતો કરે છે. પણ કોકમ ગામમાં આવેલા હનુમાન મંદિરમાં હજારો ભક્તો દરરોજ દર્શન કરવા આવતા-જતા હોય છે. પરંતુ અંહી પહોચવા માટે તેર ગામોને જોડતો રસ્તા બિસ્માર હાલતમાં છે. આ રોડ પર ઊંડા-ઊંડા ખાડા પડી ગયા છે. જેના કારણે નનામગીર, ગીચડ, સાકલી, પીપલોદ, રિંગાપાદર, કોકમ, ડુમખલ, સરિબાર કનજી, વાંદરી, વાઘુમર, પાનખલા, માંથાસર અને ડેડીયાપાડા તાલુકાના અન્ય ગામોના લોકોને પર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
મહત્વનું છે કે ખરાબ રોડ હોવાથી વાહન-ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ સ્થાનિક લોકોને પણ બજારમાં આવતા જતા કે, વિદ્યાર્થીઓને પણ શાળા-કોલેજ જતા આવતા મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જેથી કરીને તંત્ર વહેલી તકે રોડ બનાવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. પરંતુ તંત્રને બહેરા કાને આ વાત ક્યારે સાંભળાય છે. અને ક્યારે રોડ બને છે તે જવું રહ્યું.