૧૪ એપ્રિલ એટલે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આ દિવસે સમગ્ર દેશમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે નવસારીના ધમડાછા ગામે, આદિવાસી જનજાગૃતિ તથા રંગારંગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આદિવાસી સમાજનાં અનેક નવા ઊભરતા યુવા ચેહરાઓ નેત્રુત્વ ક્ષમતા સાથે આગળ વધી રહ્યા છે. જેનું સાક્ષી આવનારાં દિવસોમાં આખું ગુજરાત બનશે તેનો વિશ્વાસ છે. આ સમય આદિવાસી યુવાનો માટે જ નહીં પરંતુ દરેક સમાજમાં છેલ્લા થોડાક વર્ષોમાં તૈયાર થયેલા યુવાનો નેત્રુત્વ માટે આગાળ વધી રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.