વસાવા દિનેશ આર
દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં મંગળવારે સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડતા કેરી અને અન્ય પાકને મોટો પાયે નુકસાન થયું છે. તો કેટલીક જગ્યાએ ભર ઉનાળે ચોમાસા જોવા માહોલ જોવા મળ્યો હતો.
આ બધાં વચ્ચે રાજપીપળાના રામગઢ ગામમાં વરસાદી ઝાંપટા વચ્ચે તાડના ઝાડ પર વીજળી પડતા તાડનું ઝાડ બળીને ખાખ થઈ ગયું હતું. તો બીજી તરફ સ્થાનિક લોકો વિચારમાં પડી ગયા કે તાડના ઝાડ પર આગ કેવી રીતે લાગી.
તાડનું ઝાડ અચાનક સળગી ઉઠતા કેટલાક સ્થાનિક લોકોએ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. જેનો વીડિયો હાલ સોશ્યિલ મીડિયમાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ તાડના ઝાડ પર વીજળી પડતા, નજીકમાં આવેલા ઝુપડામાં પણ આગ લાગી હતી. જેની જાણ રાજપીપળા નગરપાલિકાની ટીમને થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, તાડના ઝાડ પર આગ કેવી રીતે લાગી તેની ચર્ચા સ્થાનિક લોકોમાં ચાલી રહી છે.