કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “પીએમ મોદી એક ઝેરી સાપ જેવા છે”, તમે વિચારી શકો છો કે તે ઝેર છે કે નહીં, જો તમે તેને ચાટશો તો તમે મરી જશો.
કર્ણાટકમાં આગામી 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના પ્રચાર માટે મલ્લિકાર્જુન ખડગે કલબુર્ગીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જાહેર સભાને સંબોધન કરતા આ નિવેદન આપ્યું હતું. ખડગેના નિવેદનનો વીડિયો હાલ સોશ્યિલ મીડિયામાં ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.
નિવેદન બાદ બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, કે હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ કહ્યા… અમે જાણીએ છીએ કે સોનિયા ગાંધીના મર્ચન્ટ ઓફ ડેથથી શું શરૂ થયું અને તે કેવી રીતે સમાપ્ત થયું હતું.