રાજકીય નેતાઓને આદિવાસીઓનો પડકાર છે નાટક નહીં પરંતુ સંપાદન અધિકારી દ્વારા નોટિસ પાઠવ્યાં વગર કે “The Right to fair compensation and transparency in land acquisition, rehablation, resettlement act 2013ના અમલીકરણ મુજબ કોઇ પણ પ્રકારના એવોર્ડ જાહેર કર્યા સિવાય જમીન છીનવવા પ્રક્રિયા કરાતા એટ્રોસીટી એક્ટ મુજબ જમીન સંપાદન અધિકારી સામે ગુનો દાખલ કરાવો.
આદિવાસીઓમાં ચર્ચા છે યોજનાઓ બને છે ત્યારે ચૂપ રહેતી કોંગ્રેસ ઉલ્લુ બનાવવા લડત કરવા આવે છે. મોહનથાળ મુદ્દે વિધાનસભામાં હોબાળો મચાવી નિર્ણય પરત કરાવનારી કોંગ્રેસના ધારાસભ્યો આદિવાસીઓના મુદ્દે યોજનાઓ બને ત્યારે વિધાનસભામાં ચૂપ કેમ થઈ જાય છે?
એક સમયે કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસની દયનીય હાલત બની છે તે મુદ્દો મધરાતથી ટોક ઓફ ટાઉન બની રહ્યો છે.