દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદ પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચે ગુરુવારે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. દિલ્હી સરકાર પાસે દિલ્હી વિધાનસભા જેટલી જ સત્તા છે. દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકીય અને કાર્યકારી સત્તા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે 2019માં જસ્ટિસ અશોક ભૂષણના નિર્ણય સાથે સહમત નથી. 2019 માં, ન્યાયમૂર્તિ ભૂષણે સંપૂર્ણ રીતે કેન્દ્રની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
ચુકાદો આપવામાં મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હા સામેલ હતા. સુપ્રીમ કોર્ટે વહીવટી સેવાઓ પર નિયંત્રણને લઈને દિલ્હી સરકારની અરજી પર સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે. હવે દિલ્હી સરકાર પાસે ટ્રાન્સફર અને અધિકારીઓની પોસ્ટિંગનો અધિકાર રહેશે. જ્યારે કેન્દ્ર સરકાર પાસે પોલીસ, પબ્લિક અને જમીનનો અધિકાર રહેશે.