તાપી જિલ્લામાં ACBએ કડક કાર્યવાહી કરતા તાપી જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરિતા વસાવાને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરિતા વસાવા શુક્રવારે લાંચ લેતા ACBના હાથે ઝડપાય ગયા હતા. જે બાદ તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શુ હતો સમગ્ર મામલોઃ-
તાપી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરિતા વસાવા શુક્રવારે અંદાજે રૂપિયા 34 હજાર 200 રૂપિયા જેવી માતબાર રકમ લેતા ACBના સકંજામાં આવી ગયા હતા. જે બાદ તેમની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. શનિવારે તેમને કોર્ટ રજુ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડઃ-
સરિતા વસાવા તાપી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ હતા. પણ સાથે સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ કાર્યરત હતા. પરંતુ લાંચ લીધાની વાત પાર્ટીને ધ્યાને આવતા પાર્ટીએ સરિતા વસાવાને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે. ભારતીય જનતા પાર્ટીના નિઝર બેઠકના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જયરામ ગામીતને આ વાત ધ્યાને આવતા તેમણે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા.
સમગ્ર મામલો દાબી દેવાનો હતો પ્રયાસઃ-
મહત્વનું છે સરિતા વસાવા લાંચ લેતા ACBના હાથે ઝડપાયા છે. તેવી માહિતી મળતા સમગ્ર તાપી જિલ્લામાં આ મુદ્દો શુક્રવારે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ACB તેમને પકડીને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવી હતી. ત્યાં પણ કેટલાક કાર્યકર્તાઓએ આ મુદ્દો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમનો કાળો જાદુ ન ચાલતા આખરે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યાં છે.
રૂપિયા લીધો ઈજ્જત ગુમાવીઃ-
સરિતા વસાવાએ રૂપિયા લેવાની લ્હાયમાં પોતાની ઈજ્જત ખોવાનો વારો આવ્યો છે. તેમજ ભારતીય જનતા પાર્ટીમાં સારા કાર્યકર તરીકે તેઓ કામ કરતા હતા. પરંતુ ACBના હાથે રૂપિયા લેતા ઝડપાય ગયા અને ઈજ્જત ગુમાવાનો વારો આવ્યો.