કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના અમેરિકાના પ્રવાસ દરમ્યાન કેન્દ્રની ભાજપ સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને હરાવ્યું છે. તેજ રીતે કોંગ્રેસ પાર્ટી ભાજપને તેલંગાણા અને અન્ય રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં પણ હરાવશે. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ નહી પણ દેશની જનતા હરાવી દેશે.
વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કો બાદ રાહુલ ગાંધી ન્યૂયોર્ક પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ-યુએસએ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ભાજપને હરાવ્યું એટલું જ નહીં પણ તેને ધૂળમાં પણ નાખી દીધું છે. હું કહેવા માંગુ છું કે હવે અમે તેમને તેલંગાણાની ચૂંટણીમાં પણ હરાવીશું.