28 C
Ahmedabad
Sunday, October 1, 2023

સાવચેતીની તૈયારી રાખજો, માછીમારોને કડક સૂચના, જોરદાર પવન… ગુજરાતમાં વાવાઝોડું આવી રહ્યું છે


ગુજરાતના લોકો હજુ તૌકતેએ સર્જેલી તબાહીમાંથી ઉંચા નથી આવ્યા અને હવે ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું એટલે કે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું હોઈ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો અરબી સમુદ્રમાં ચક્રવાત બન્યા બાદ તે વાવાઝોડું બનીને ગુજરાત તરફ આવે કે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકે તો ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય વાવાઝોડા દરમિયાન તોફાની પવનો ફૂંકાઈ શકે છે, જેની ગતિ ૫૦ કિમી પ્રતિ કલાક કે તેનાથી પણ વધારે હોઈ શકે છે.

હાલમાં અલગ અલગ જિલ્લાનો માહોલ જોવા જઈએ તો સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે બંદરો પર સિગ્નલ લગાવાયા છે. હવામાન વિભાગની આગાહીને લઈને પોરબંદર તેમજ વેરાવળ પોર્ટ એલર્ટ છે. પોરબંદરનાં બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. મોટા ભાગની બોટ બંદર પર પરત આવી છે. જુનાગઢનાં માંગરોળમાં દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

આ જ રીતે દ્વારકાનાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ભડકેશ્વર દરિયાકિનારે 15 ફૂટ જેટલા ઊંડા મોજા ઉછળ્યા હતા. તેમજ ગોમતીઘાટે પણ 10 ફૂટ જેટલા ઊંડા મોજા ઉછળ્યા હતા.તેજ પવન સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાનાં દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં ભારે કરંટ વચ્ચે યાત્રિકોએ ગોમતીઘાટે સ્નાન કર્યું હતું. તો વળી માંગરોળનાં દરિયામાં ભારે કરંટ દેખાતા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે તમામ માછીમારોને પોતાની બોટો-હોડીઓ દરિયા કિનારે લાવવા સૂચના આપવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
34SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!