મુંબઈના મીરા રોડ વિસ્તારમાં લિવ-ઈન પાર્ટનરની હત્યાના સમાચારે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. 56 વર્ષીય મનોજ નામના શખ્સે 32 વર્ષીય લિવ-ઈન પાર્ટનરની કરપીણ હત્યા કરી નાખી. અને બાદમાં મૃતદેહની એવી હાલત કરી કે, લોકોના હોશ ઉડી ગયા આરોપીએ મૃતદેહના નાના-નાના ટુકડા કરી કૂકરમાં નાખી દીધા.
આ બનાવ બાદ પોલીસે આરોપીની પુછપરછ કરી તો આરોપીએ જણાવ્યું કે, મને આ ઘટનાને લઈ કોઈ અફસોસ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે આરોપીને પૂછવામાં આવ્યું કે બંને વચ્ચે કેવા સંબંધો છે, તો આરોપીએ કહ્યું હું મહિલાને પ્રેમ કરતો હતો. તેની સાથે અટેચ હતું. તેની સાથે હુ લગ્ન કરવા માંગતો હતો.