ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ હાલ રાજ્યસભાના સંસદ છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા દીપક બાવરિયાને દિલ્હી કોંગ્રેસ અને હરિયાણા કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે વી વૈથિલિંગમની પુડુચેરી એકમના પ્રમુખ તરીકે અને વર્ષા ગાયકવાડને મુંબઈ એકમના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાતમાં મહત્વના ટોચના હોદ્દા પર ચર્ચા માટે રાજ્યના નેતાઓને બોલાવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ કેન્દ્રીય નેતૃત્વને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ પછી શુક્રવારે ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ અને બે રાજ્યોના પ્રભારીઓની નિમણૂક કરવાની માહિતી સામે આવી છે.