સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીના રામલીલ્લા મેદાનમાં મહારેલી યોજી હતી. આ રેલીમાં જાહેર સભાને સંબોધન દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 12 વર્ષ પહેલા ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે અમે આ રામલીલ્લા મેદાનમાં લડત શરૂ કરી હતી.
જોકે હવે ફરીવાર આ મંચ પર આવવાની જરૂર પડી છે. તેમણે કહ્યું કે સરકાર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ વટહુકમ લાવી છે. આ તાનાશાહી છે…..અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે આ વટહુકમ દ્વારા દિલ્હીવાસીઓની તાકાત ખતમ કરી દેવામાં આવી છે.. આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારનો અધ્યાદેશ લાવવામાં આવી શકે છે….કેજરીવાલે કહ્યું કે આ અધ્યાદેશને અટકાવવું ખુબ જ જરૂરી છે.
[uam_ad id="382"]
દિલ્હીના રામલીલા મેદાનમાં આપ પાર્ટીની મહારેલી, કેજરીવાલે કહી દીધી ભાજપ વિશે મોટી વાત
LEAVE A REPLY
Stay Connected