અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ચક્રવાત બિપોરજોય વાવાઝોડું વધુને વધુ ગંભીર રૂપમાં પરિવર્તિત થઈ રહ્યું છે. વાવાઝોડુ બિપોરજોયને લઈ રાજ્યના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે.
બિપોરજોય વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર છે. આગામી 15 જૂન સુધીમાં વાવાઝોડું રાજ્યના દરિયાકિનારે ટકરાવવાની સંભાવના છે. વાવાઝોડાના પગલે રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ દરિયા પટ્ટીના ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.