32 C
Ahmedabad
Monday, September 9, 2024

શું મતદાન ન કર્યું તો બેંકમાંથી પૈસા કપાઈ જશે, સાચી હકીકત જાણી લો


મતદાન કરવું એ દરેક માણસનો અધિકાર છે. આવી સ્થિતિમાં, શું તમે પણ આજકાલ સોશિયલ મીડિયામાં આવો કોઈ મેસેજ જોયો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો કોઈ વ્યક્તિ મત નહીં આપે, તો તેના ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે? ખરેખર, આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચૂંટણી પંચને ટાંકીને લોકસભા ચૂંટણીમાં મતદાન ન કરવા પર લોકોને મોટી અસર પડી શકે છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર એક અખબારની ક્લિપિંગના ફોટો તરીકે વાયરલ થઈ રહ્યા છે. ચાલો તમને જણાવી દઈએ આ સમગ્ર મામલો શું છે ?

શું છે સમગ્ર મામલોઃ-

અખબારની ક્લિપિંગમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ ન હોય તો મોબાઈલ રિચાર્જમાંથી પૈસા કપાઈ જશે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ સમાચાર શેર કરી રહ્યા છે, જેમાં ચૂંટણી પંચની ટીકા થઈ રહી છે. આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે કોર્ટ પાસેથી પોતાની મંજૂરી લઈ લીધી છે. જે લોકો મત નહીં આપે તેમની ઓળખ આધાર કાર્ડથી કરવામાં આવશે અને તે કાર્ડ સાથે જોડાયેલા તેમના બેંક ખાતામાંથી 350 રૂપિયા કાપવામાં આવશે.

પીઆઈબી શું કહ્યું ?

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ પોતાની ફેક્ટ ચેકમાં આ વાયરલ ખબરોનું સત્ય જણાવ્યું છે. પીઆઈબીના જણાવ્યા મુજબ આ સમાચાર સંપૂર્ણપણે ફેક છે. “અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક વોટ્સએપ જૂથો અને સોશિયલ મીડિયા પર આવા બનાવટી સમાચારો ફરીથી ફેલાવવામાં આવી રહ્યા છે. સાથે જ પીઆઈબીએ એમ પણ કહ્યું કે ચૂંટણી પંચે આવો કોઈ નિર્ણય લીધો નથી. એક જવાબદાર નાગરિક બનો, મત આપવો જ જોઇએ!

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
79SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!