કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાના ઈન્ડિયા ગઠબંધન સામે AAP પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અખિલ ચૌધરી દ્વારા સોસિયલ મીડિયા મારફતે આપવામાં આવેલો જવાબ ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ વિધાનસભા ની બેઠકમાં સુખરામ રાઠવા પોતે ત્રીજા નંબરે પહોંચી ગયા હતા અને આમ આદમી પાર્ટી ના ઉમેદવાર એવા રાધિકા રાઠવા બીજા નંબરે આવી પહોંચ્યા હતા. જેનાથી કોંગ્રેસી નેતા સુખરામ રાઠવા દ્વારા ઈન્ડિયા ગઠબંધન વિરૂદ્ધ આકરા પ્રહારો શરૂ કર્યાં છે.
આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી તેવા અખિલ ચૌધરી દ્વારા સોસિયલ મીડિયા મારફતે સમગ્ર મામલે પોસ્ટ આપતા મામલો ગરમાયો હતો પોતાની પોસ્ટમાં તેઓએ વિધાનસભા ચૂંટણીના પરિણામો ટાંક્યા હતા સાથે લખ્યું હતું કે INDIA ગઠબંધન તોડી ૨૦૨૪ લોકસભા જીતાડવા ભાજપની સુપારી લેનારા ગુજરાત કોંગ્રેસના કથિત નેતાઓ જે પોતાની વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી માટે વોટ કટુઆ સાબિત થઈ ત્રીજા નંબરે આવી પોતે રાજકીય ક્ષેત્રે પતી ગયા હોય , દક્ષિણ ગુજરાતના ઈતિહાસમાં પોતે ગોથાં ખાતા હોય તેમને યુવાનોને ABCD શીખવાડવાનો અધિકાર નથી.
આજ રોજ ફરી સમગ્ર દેશમાં ઈન્ડિયા ગઠબંધન થકી ભાજપના વિજય રથ ને રોકવા વિપક્ષી દળોએ તાકાત એક કરવા નિર્ણય કર્યો છે ત્યારે The Indian National Developmental Inclusive Alliance (INDIA) ગઠબંધન થી કોંગ્રેસ ને નુકશાન થશે તે વાત કરતા ગુજરાત કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલા નિવેદનમાં સામાન્ય પ્રજાની પ્રતિક્રિયા છે ૨૭ વર્ષ થી એકલા હોવા છતાં નુકશાન વેઠતી આને ગુજરાતમાં લાંબા સમયથી એક પણ લોકસભા બેઠક ના જીતનાર કોંગ્રેસી નેતાઓ ક્યાં મોંઢે ઈન્ડિયા ગઠબંધન નો વિરોધ કરી રહ્યા છે. પ્રજામાં ચર્ચાએ જોર પકડયું છે કે સમગ્ર દેશમાં ઈન્ડિયા ગઠબંધન તોડી ભાજપને લાભ પહોંચાડવા માટે ગુજરાતમાં કરવામાં આવેલ પ્રયોગ મુજબ ભાજપ સતત અવિરત જીતતું રહે તેમ ગુજરાત કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા નેતાઓ ગઠબંધન સામે આવી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન રાખનાર છોટુ વસાવા જેઓ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ભરુચ લોકસભા બેઠક ઉપર મજબૂત દાવેદાર હોવા છતાં કોંગ્રેસ દ્વારા ગઠબંધન વિરૂદ્ધ વિદ્રોહી ઉમેદવારો ઊતારી છોટુભાઈ વસાવા ને લોકસભાની બેઠક જીતવા દીધી નહોતી તેવી રાજકીય ગલીયારોમા ચર્ચા રહી છે અને આપ સાથે ગઠબંધન બાદ BTP ને મોટું નુકશાન થયું હતું પરંતુ ગુજરાત કોંગ્રેસ ની ગઠબંધન દરમિયાન આપની એન્ટ્રી થી હમ દો હમારે દો ભાજપ vs કોંગ્રેસ ની વર્ષો જુની નીતિ જેમાં કોંગ્રેસ દિવસે ને દિવસે ગુજરાતમાં ખત્મ થઈ તેના માટે આપ કેવી રીતે જવાબદાર તે વિચારણીય બાબત છે.
જોકે સમય જ બતાવશે કે જે કામ UPA નથી કરી શક્યું તે ઈન્ડીયા કેવી રીતે કરી શકશે પણ મુખ્યત્વે સુખરામ રાઠવા અને અખિલ ચૌધરી ના નિવેદન બાદ તેટલું તો સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધી માટે ગળામાં ફસાયેલા હાડકાનું કામ કરી શકે છે.