ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને બાંગ્લાદેશ સામેની લીગ મેચમાં ઈજા થઈ હતી. ફિલ્ડિંગ કરતી વખતે બોલ સીધો તેના પગની ઘૂંટીમાં વાગ્યો. આ પછી તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જો કે, એવી આશા હતી કે તે નોકઆઉટ મેચ પહેલા ટીમમાં પરત ફરશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં સમય લાગશે, જેના માટે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાર્દિક પંડ્યાની બદલીની પણ જાહેરાત કરવામાં આવી છે. તેના સ્થાને જમણા હાથના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે
હાર્દિક પંડ્યાએ ટ્વીટ કર્યું
બાંગ્લાદેશ સામે પોતાના બોલ પર ફિલ્ડિંગ કરતી વખતે હાર્દિક પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ પછી તે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે મેચ રમી શક્યો ન હતો. પંડ્યાએ ‘X’ પર લખ્યું, ‘એ વાતને પચાવવી મુશ્કેલ છે કે હું વર્લ્ડ કપના બાકીની મેચમાં રમી શકીશ નહીં. હું ટીમની સાથે રહીશ અને દરેક મેચમાં દરેક બોલ પર ખેલાડીઓને ઉત્સાહિત કરીશ.