દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટના પર નજર કરીએ તો દારૂ લઈને જતા યુવકોને પકડવા માટે પોલીસ પાછળ પડી હતી. ચાલુ ગાડીએ પોલીસે યુવકને લાકડી મારતા બે યુવકો ઘાયલ થયા હતા. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
યુવકના મોત બાદ મામલો વધુ ઉગ્ર બનતા સ્થાનિક લોકોએ મૃતદેહને પોલીસ સ્ટેશન મૂકી દીધો હતો અને મૃતદેહ ન લેવાની જીદ પકડી હતી. ઘટનાને લઈ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન બોલાવાની ફરજ પડી હતી. જે બાદ સ્થાનિકોના ભારે વિરોધના કારણે પોલીસે પણ હળવો લાઠી ચાર્જ કર્યો હતો. હાલ તો પોલીસ અને સ્થાનિક આગેવાનો વચ્ચે મામલો શાંત પાડવાની ચર્ચાં ચાલી રહી છે.