પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના કંકોડાકોઈમાં જ્ઞાતિવાદે માનવતાને શરમમાં મૂકી છે. જેના કારણે આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કારણ કે અંહી પ્રસુતિ બાદ મોતને ભેટેલી મહિલાના અંતિમંસસ્કાર ગ્રામજનોએ અટકાવ્યા હોવાનો આરોપ ગ્રામજનો પર લાગ્યો છે.
શું હતી સમગ્ર ઘટનાઃ-
મૂળ પંચમહાલના ઘોઘંબાના કંકોડાકોઈ ગામે રહેતી મૃતક સુમિત્રાબેન અમરેલીના ધાસા ગામે મજૂરી કામ માટે ગયા હતા.. જ્યા તેમની પ્રસૂતિ થયા બાદ 12માં દિવસે શ્વાસ લેવામાં તકલીફ પડતાં મોત થયું હતું. જે બાદ મૃતકને અંતિમ વિધી માટે તેમના વતન પંચમહાલના કંડોડાકોઈ ગામે લાવવામાં આવ્યા હતા. જે દરમિયાન ગ્રામજનોએ તેમની અંતિમ વિધી અટકાવી હોવાનો મામલો સામે આવ્યો છે. ગામના સ્મશાનમાં અંતિમવિધી ન કરવા દેવામાં આવતા મૃતદેહને બે દિવસ ઘરમાં રાખ્યા બાદ પોતાની માલિકીના ખેતરમાં કરવામાં આવ્યો હતો.
ક્યારે અટકશે જ્ઞાતિવાદનું ઝેરઃ-
આપણે 21મી સદીમાં જીવીએ છે તેવી મોટી મોટી વાતો કરીએ છીએ પણ આ જે ઘટના બની છે તે સમગ્ર ગુજરાતન અને માનવજાતને શરમમાં મૂકી તેવી છે. કારણે કે ગામનું કોઈ વ્યક્તિનું મોત થાય છે તો પછી તેમની અંતિમ વિધી કરવા માટે પરવાનગી શા માટે લેવી પડે ?
ગામના સંરપંચે શું કહ્યુંઃ-
ગામના સંરપચ હીરા રાઠવાએ સમગ્ર મામલા પર ગુંદર લગાવી ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સવાલ એ થાય છે જ્યારે ગામનો કોઈ માણસનું મોત થયા છે. તો શું ગામના લોકો કે સરપંચને પૂછવાની જરૂર છે. આ મુદ્દે લોકસમાચારની ટીમ દ્વારા તેમને આ મુદ્દે પૂછવામાં આવ્યું તો તેઓ એક પણ શબ્દો બોલ્યા ન હતા.આ ગંભીર બાબતમાં ખરેખર ગામના સરપંચની ભૂલ છે. ક્યાં તો પછી ગામમાં રહેતા લોકોની માનવતા મરી પરવડી છે. તેવું સાફ સાફ આ ઘટના પરથી લાગી રહ્યું છે.