ડેનિયેલ ગામીત
તાપી જિલ્લામાં નાતાલ અને નવા વર્ષેના સમયે હિન્દુ-ખ્રિસ્તીનો મુદ્દો ચગાવી જિલ્લાના વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અંહી એક વાત સ્પષ્ટ છે કે, આદિવાસી સમાજના લોકોએ ક્યારેય હિન્દુ-ખ્રિસ્તીના નામે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો જ નથી. અને અમને હિન્દુ-ખ્રિસ્તીના નામે ભાગલા પાડતા પણ આવડતું નથી. પરંતુ કેટલાક લોકોને હવે ટેવ પડી ગઈ છે કે, જ્યારે ખ્રિસ્તી સમાજનો કોઈ પણ તહેવાર આવે એટલે જિલ્લામાં હિન્દુ-ખ્રિસ્તીના નામે વાતાવરણ બગાડવાનું. આદિવાસી સમાજ હિન્દુઓના તહેવારને પણ માન-સન્માન અને હોળી મળીને ઉજવે છે. અને હિન્દુઓના દરેક તહેવારમાં ભાગીદાર બને છે. પરંતુ નાતાલ અને નવા વર્ષેના સમયે તમે લોકો હિન્દુ-ખ્રિસ્તીના નામે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરો છો. તો તે તમારી મુખર્મી સાબિત થશે.
દિવાળીના સમયે અમે પણ ફટાકડા ફોડ્યા છે.. નવરાત્રીના સમયે અમે પણ ગરબા રમ્યા છે. અમે પણ ગૌમુખ મંદિરના દર્શન કર્યાં છે. અમે પણ દેવમોગરા માતાના દર્શન કર્યાં છે. અમે પણ વાધ દેવની પૂજા કરીએ છીએ, તો પછી જ્યારે આદિવાસી સમાજ નાતાલ કે નવું વર્ષે ઉજવે છે. એમાં તેમને વાંધો કેમ પડે છે ? ભારતના દરેક નાગરિકને સ્વતંત્ર ધર્મ પાળવાનો અધિકાર છે. એટલે તમે કયો માણસ કયો ધર્મ પાળશે તે નક્કી ના કરી શકો.
આદિવાસી સમાજ પ્રકૃતિને પૂજનારો સમાજ છે. અંહી ગામીત, ચૌધરી, વસાવા, ભીલ કોંકણી, તેમજ અન્ય સમાજનો કોઈપણ તહેવાર હોય ભેગા મળીને દરેકના સાથ-સહકાર અને દરેક સમાજના તહેવારને માન સન્માન સાથે ઉજવીએ છીએ. અમે ક્યારે પણ આટલા વર્ષોમાં હિન્દુ-ખ્રિસ્તી કર્યું જ નથી. તો તમે શા માટે વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરો છો.
અને રહી વાત શાળ-કોલેજની, શાળા કોલેજમાં પણ નવરાત્રીના સમયે ગરબા રમાઈ છે. ત્યા ક્યારેય વિદ્યાર્થીઓ હિન્દુ ખ્રિસ્તીના ફાંટા પાડતા નથી. વિદ્યાર્થીઓ ગરબા પણ રમે છે અને માતાજીની આરતીમાં પણ ભાગ લઈ છે. શાળા સ્કૂલમાં કે ઉત્તરબુનિયાદીના વિદ્યાર્થીઓ માન-સન્માન સાથે દરેક હિન્દુ કે ખ્રિસ્તી તહેવારને ઉજવે છે.
મહત્વની વાતઃ-
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ચાલુ શૈક્ષણિક સત્રથી જ ધોરણ-6થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્ ભગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ-1 નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યુ છે. તેનું શુક્રવારે રાજ્યના શિક્ષણમંત્રીએ વિમોચન કર્યું હતું. આગામી દિવસોમાં ધોરણ 9થી 10 માટે ભાગ-2 અને ધોરણ 11થી 12 માટે ભાગ-3 તૈયાર કરવામાં આવશે. જે પુસ્તક થકી રાજ્યાની દરેક સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જે પછી હિન્દુ હોય કે ખ્રિસ્તી હોય દરેક બાળકોને શ્રીમદ ભગવદ ગીતાના પાઠ ભણવામાં આવશે. તો સવાલ એ થાય છે કે, જ્યારે વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણવવામાં આવશે ત્યારે જે પણ સ્કૂલમાં ખ્રિસ્તી બાળક હશે તે ભગવદ ગીતના પાઠ ભણવાનું ના પાડશે ? બાળક હિન્દુ હોય કે ખિસ્તી હોય દરેક બાળકે શ્રીમદ્ ભગવદ ગીતાના પાઠ ભણવા પડશે. એટલે જિલ્લામાં હિન્દુ ખ્રિસ્તીના નામે વાતાવરણ બગાડવાનું બંધ કરો. વિદ્યાર્થીઓને સારું શિક્ષણ કેવી રીતે મળે તેના માટે કંઈક વિચારો અને કામ કરો.જયહિંદ