32 C
Ahmedabad
Sunday, April 28, 2024

તાપીના કાંટી ગામેથી આદમખોર દીપડો પાંજરે પુરાયો


તાપી જિલ્લાના કાંટી ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક સયમથી દીપડાની દહેશત જોવા મળતી હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ હતો. દીપડો વારંવાર ગામમાં પણ આવી જતો હતો. જેથી સ્થાનિક લોકોએ દીપડાને પાંજરે પૂરવા માટે વન-વિભાગને જાણ કરી હતી. જે બાદ સાદડવેલ રેંજ અને વન વિભાગની ટીમ આદમખોર દીપડાને પાંજરે પૂરવા માટે છેલ્લાં દોઢ મહિનાથી બે પાંજરા મુક્યા હતા.

પરંતુ થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે દીપડો વન વિભાગે મૂકેલા પાંજરામાં પૂરાતા સ્થાનિક તેમજ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડો પાંજરે પુરાતા ગામના તેમજ  આજુબાજુના ગામના લોકો દીપડો જોવા માટે દોડી ગયા હતા.દીપડાને સહેલાઈથી વન વિભાગની ટીમ બહાર લઈ જાઈ શકે તે માટે સ્થાનિક લોકો દીપડાને પાંજરા સાથે રોડ પર કાઢ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!