વડોદરા શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. આ ઘટના વડોદરા જ નહીં આખા ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. લોકોએ તંત્ર ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જીવનની આખરી પિકનિક હશે.
દુર્ઘટના મૃત્યુ પામેલા બાળકોના નામઃ-
બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનાં નામ સામે આવ્યા છે. જે બાળકોના મોત થયા છે, જેમાં વિશ્વા નિઝામા, નેન્સી માછી, સકીના શેખ અને મુવાવઝા શેખ, ઝુહાબિયા સુબેદાર અને આયેશા ખલીફા, આયત મનસૂરી અને રેહાન ખલીફાનું મૃત્યુ થયાની જાણકારી મળી રહી છે.
જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે.