31 C
Ahmedabad
Sunday, May 5, 2024

હવે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું જાણી લો શું છે સમગ્ર મામલો ?


ઈરાને પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો. જે બાદ હવે પાકિસ્તાન ઈરાનમાં હાજર બલૂચ આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કરવાનો દાવો કરી રહ્યું છે. પાકિસ્તાને ફાઈટર જેટ અને મિસાઈલ દ્વારા બલૂચ આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. એક રીતે જોઈએ તો બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. એક તરફ વિશ્વના કેટલાક દેશો યુદ્ધની ઝપેટમાં છે તો બીજી તરફ આ બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવું સમગ્ર વિશ્વને મુશ્કેલીમાં મુકી શકે છે. તો ચાલો આજે જાણીએ કે દુનિયાભરના કયા દેશો હાલમાં યુદ્ધની ઝપેટમાં છે.

પાકિસ્તાન-ઈરાન સિવાય આ દેશોમાં યુદ્ધ છે

વિશ્વયુદ્ધ પછી, આવી સ્થિતિ ફરી ઉભી થાય એવું કોઈ ઈચ્છતું નથી. જો કે, પરસ્પર દુશ્મનાવટના કારણે ઘણા દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તાજેતરમાં યુદ્ધની સ્થિતિ તેનું ઉદાહરણ છે. અત્યારે વિશ્વ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધની ઝપેટમાં છે.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને ચાર મહિના વીતી ગયા છે. યુક્રેન સામે મોરચો ખોલતા વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે તેઓ થોડા દિવસોમાં કિવ પર કબજો કરી લેશે અને યુદ્ધ સમાપ્ત થઈ જશે. જોકે, પશ્ચિમી દેશો તરફથી મળેલી મદદે આ યુદ્ધની તસવીર બદલી નાખી અને આ યુદ્ધ લગભગ બે વર્ષથી ચાલી રહ્યું છે.

અઝરબૈજાન-આર્મેનિયામાં પણ યુદ્ધઃ-

અઝરબૈજાન અને આર્મેનિયા પણ લાંબા સમયથી યુદ્ધ લડી રહ્યા છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સમજૂતી થઈ હોવા છતાં બંને સમયાંતરે એકબીજા પર હુમલા કરતા રહે છે. તાજેતરમાં જ બંને દેશો વચ્ચે ફરી યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. બંને દેશો વચ્ચેનું વાતાવરણ એવું છે કે તેમની વચ્ચે ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ શકે છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
77SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!