શનિવારે રાત્રે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સાંગળિયા ગામના માલણકા નદીના કાઠે આવેલા કુવામાંથી દોઢ વર્ષના નરસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની જાણ વન વિભાગને થતા વન વિભાગની રેસ્ક્યુટીમે ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ રેસ્ક્યુ કરી કૂવામાંથી નરસિંહનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે બગદાણા ગેબર રેસ્ક્યુ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો હતો.
નરસિંહનું મૃત્યુ કેવી રીતે થયું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહત્વનું છે કે,પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ સિંહનું કેવી રીતે મોત થયું તેનું કારણ જાણી શકાય શકશે.