ભાવનગર શહેરના જુના બંદરમાં આવેલી અંબિકા પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં કામ કરતા મૂળ બિહારના વતની દિનેશકુમાર રાજેન્દ્રભાઈ નામના વ્યક્તિને ઈલેક્ટ્રિક શોખ લાગતા કમ કમાટી ભર્યું મોત થયું છે.. જ્યારે તેમની સાથે કામ કરતા અન્ય એક વ્યક્તિ અવિનાશ કુમાર ગંભીરથી ઈજાગ્રસ્ત થયા હતા.
જેને ભાવનગર સર્ટિ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ 5 ફેબ્રુઆરીની રાત્રે 9:00 થી 10:00 વાગ્યાના ગાળામાં બન્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠાં થયા હતા. આ સમગ્ર બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.