ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણની સાથે ઘણી બધી શૈક્ષણિક પવૃત્તિઓમાં પણ અગ્રેસર છે. વર્ષ દરમ્યાન કોલેજ તરફથી નિયમિત પણે સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક પવૃત્તિઓ થતી રહે છે ત્યારે હાલ કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલા પ્રોજેકટનું ભવ્ય પ્રદર્શન યોજાયુ હતું.પ્રોજેકટને નિહાળવા ભાવનગરની અનેક શાળા-કોલેજોના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ એક્ઝિબિશનમાં ડિજિટલ આર્થિક લેવડ દેવડ તેમજ ભવિષ્યમાં ઉપયોગી થનાર નવી ટેકનોલોજીનું પ્રદર્શનને લગતા પ્રોજેકટ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.