મહુવાની જનરલ હોસ્પિટલમાં અસામાજીક તત્વોએ ખુલ્લા હથિયાર વડે મચાવ્યો આતંક, છ મહિના પહેલા પોલીસ ફરિયાદની દાઝ રાખી ચારથી પાંચ શખ્સોએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. હુમલો કરનાર નીતિન વાઘેલા અને તેના મિત્રો પહેલા વડલીના બુદેશ્વર ગામે જઈ ફરિયાદી પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાના ઘર પર પથ્થરમારો કરી તથા જીવલેણ હથિયારથી હુમલો કરતા પ્રેમજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને મહુવાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પરંતુ હુમલાખોરો મહુવાની જનરલ હોસ્પિટલમાં પહોંચી ત્યાં પણ હોસ્પિટલમાં તોડફોડ કરી ફરિયાદી પર ફરી હુમલો કરતા હુમલામાં શરદ નામના શખ્સનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં મહુવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
મહત્વનું છે ભાવનગર શહેર તેમજ આજુબાજુના તાલુકાઓમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. જાણે કે અંહી લુખ્ખાઓને કોઈ ડર ન હોય તે રીતે વર્તન કરી રહ્યા છ. ત્યારે પોલીસે લુખ્ખાઓ પર કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવાની જરૂર છે.