કોંગ્રેસની ન્યાય યાત્રાને તાપી જિલ્લાના વ્યારામાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે… રાહુલ ગાંધીની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા..રેલી દરમ્યાન રાહુલ ગાંધીએ રેલીમાંથી રસિકભાઈ નામના ખેડૂતને પોતાની સાથે બેસાડી.. જણાવ્યું રસિકભાઈનો હાથ પકડવાથી ખબર પડી જાય છે કે, રસિક ભાઈ ખેડૂત છે. અદાણી પર પ્રહાર કરતા કહ્યું કે, આ આખો દેશ અદાણીનો છે..આજે મીડિયામાં ખેડૂતોના મુદ્દોઓ બતાવવામાં આવતા નથી. આદિવાસી સમાજના કેટલા ટકા લોકો મીડિયામાં કામ કરે છે. તે જાણવું ખૂબજ જરૂરી છે.
ભારતની હાઈકોર્ટમાં કેટલા ટકા આદિવાસીઓ છે. તે જાણવાનો વિષય છે. આ દેશમાં 17 કરોડ લોકોને પૈસા મળી રહે એટલા પૈસા તો દેશના 22 લોકો પાસે છે. દેશમાં વસ્તી ગણતરી કરવાની જરૂર છે. જેનાથી તમામ ટેડા સામે આવી જશે. દેશમાં આર્થિક સર્વે કરાવવાની જરૂર છે.
દેશમાં સરકારી ક્ષેત્રો બંધ કરીને પ્રાઈવેટ સેક્ટરને આપી દેવામાં આવ્યા છે. જેના કારણે પછાત વર્ગનો વિકાસ થતો અટકી ગયો છે. મોંઘી ફી પછાત વર્ગના લોકો કાંઢી શકે તેમ નથી. જેના કારણે ગરીબ દિવસેને દિવસે ગરીબ થતો જાય છે.
કોંગ્રેસની ન્યાય યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર વ્યારા શહેર એક જ ચાલે આદિવાસી ચાલે…તેવા નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.. સાથે જ રાહુલ ગાંધીએ ખેડૂતો અને વેપારીઓની વાત સાંભળી હતાી..