32 C
Ahmedabad
Sunday, April 28, 2024

ભાવનગરમાં ડ્રગ્સ ઘુસેડવાના ષડયંત્રને નિષ્ફળ બનાવતી ભાવનગરની SOG પોલીસ


ભાવનગર એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે મોટાપાયે ડ્રગ્સનો જથ્થો ભાવનગરમાં  આવી રહ્યો છે. ત્યારે એસ.જી પોલીસે નારી ગામથી આગળ સનેસ ગામની ચોકડી પાસે વોચ ગોઠવી  રાહ જોઈ રહ્યા હતા. જે દરમ્યાન Gj04 EJ 2462 નંબર ધરાવતી સફેદ કલરની ગાડી પસાર થતી હતી. એસ.ઓ.જી પોલીસ દ્વારા ગાડી ઉભી રાખી તપાસ કરતા કારમાંથી એમ.ડી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

ગાડીમાં બેઠેલા ચાર શખ્સોને પૂછપરછ કરતા  ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લઈને આવતા હોય તેવું કબુલાત કરી હતી. ચારેય શખ્સોને એસ.ઓ.જી પોલીસ ગિરફતાર કરી સનેશ પોલીસને સોંપી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પકડાયેલા ડ્રગ્સની આશરે કિંમત દસેક લાખ હોવાનું માનવામાં આવે છે.

ભાવનગરમાં દારૂ પછી એમ ડી ડ્રગ્સનો જથ્થો પકડાતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં જયારે દારૂબંધી હોય ત્યારે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મુંબઈથી ભાવનગર સુધી કેવી રીતે પહોંચ્યો તે એક મોટો સવાલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!