થોડા જ દિવસોમાં IPL મેચની શરૂઆત થઈ રહી છે ત્યારે જુગારીયાઓને જાણે ઉમંગ હરખાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગર એલસીબીની ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે વેળાએ ખાનગી રહે બાતમી મળેલી કે બોર તળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુમદવાડી પીટરના ડેલાની પાસે ઓનલાઇન ગેમિંગનો જુગાર રમાડી રહ્યા છે જ્યાં રેડ કરતા ત્યાંથી દુકાનના માલિક સહિત 13 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા.
સાથે જ ઓનલાઇન મશીન તથા મોબાઇલ નંગ 13 તથા વાઇફાઇ એક તથા યાંત્રિક કાર્ડ 39 તથા ધાતુના સિક્કા નંગ 17ને ફૂલ રૂપિયા બે લાખ 45,362ના મુદ્દા માલ સાથે તેર આરોપીને પકડીને તેમની સામે જુગાર ધારા હેઠે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી