દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. EDએ લગભગ બે કલાક સુધી કેજરીવાલની પૂછપરછ કરી અને ત્યારબાદ ટીમ તેમને ED ઓફિસ લઈ ગઈ.
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ નેતાની મુખ્યપ્રધાન રહીને કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હોય. AAP એ સ્પષ્ટ કર્યું છે કે કેજરીવાલની ધરપકડ બાદ પણ સીએમ પદ પરથી રાજીનામું નહીં આપે.
દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે લગભગ 7 વાગે કેજરીવાલના ઘરે પહોંચી હતી. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી.
‘કેજરીવાલ રાજીનામું નહીં આપે’
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ દિલ્હીના સીએમ જ રહેશે. તેઓ રાજીનામું નહીં આપે. મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ મુખ્યમંત્રી હતા, અને રહેશે.
આતિશીએ કહ્યું, “આ AAP અને અરવિંદ કેજરીવાલને રોકવાનું ષડયંત્ર છે. દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે અને તેઓ આનો જવાબ ભાજપને આપશે.