કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસે ગુજરાતની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડોદરા,સુરેન્દ્રનગર અને જૂનાગઢની બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.
કોને મળી ટિકિટ
Congress releases a list of candidates for the upcoming Lok Sabha Elections. pic.twitter.com/E8tHvubzlc
— ANI (@ANI) April 4, 2024
સુરેન્દ્રનગરથી પૂર્વ ધારાસભ્ય ઋત્વીક મકવાણાની પસંદગી કરવામાં આવી… જૂનાગઢથી હીરાભાઈ જોટવા જ્યારે વડોદરાથી જસપાલસિંહ પઢિયારાની પસંદગી કરવામાં આવી છે.. હજી પણ ચાર બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે… જેમાં રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને નવસારી બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.