સાગબારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં છેલ્લાં ઘણાં સમયથી આદમખોર દીપડાએ આતંક મચાવી રાખ્યો છે.. આ બધાં વચ્ચે કેલ ગામમાં આવેલા ભિમસિંહ મોચાભાઈ વસાવાના ઘરમાં દીપડાએ ભીત ફાડીને વાછરડાનું મારણ કરતા હાહાકાર મચી ગયો છે.
છેલ્લાં ઘણાં સમયથી દીપડાનો આતંક હોવાથી સ્થાનિક લોકો પણ દીપડાની દહેશતથી ડરી રહ્યા છે. આ વિસ્તારમાં હાલ ખેતીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.. ત્યારે તેવા જ સમયે દીપડા આ હરકતથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.. સ્થાનિક લોકોની માંગ છે કે, વન વિભાગ વહેલી તકે દીપડાને પાંજરે પૂરે તેવી માંગ કરી છે.