28 C
Ahmedabad
Thursday, October 10, 2024

અરે બાપ રે…યુએન ક્લાઈમેટ ચીફે કહ્યું,,વિશ્વને બચાવવા માટે માત્ર 2 વર્ષ


હાલમાં, જળવાયુ પરિવર્તન એક મોટી સમસ્યા છે અને સમગ્ર વિશ્વ તેની સામે લડવા માટે અનેક દાવાઓ કરી રહ્યું છે. દરમિયાન, યુએન ક્લાઈમેટ ચીફ સિમોન સ્ટીલે બુધવારેના રોજ ક્લાઈમેટ ચેન્જને લઈ મોટી ચેતવણી જારી કરી હતી. “વિશ્વને બચાવવા માટેના બે વર્ષ” થીમવાળા ભાષણમાં તેમણે ચેતવણી આપી હતી કે આબોહવાની આપત્તિ ટાળવા માટે વિશ્વ પાસે માત્ર બે વર્ષ બાકી છે.

સ્ટેલે વિશ્વના દેશોને પેરિસ કરાર હેઠળ તેમની આબોહવા યોજનાઓને તાકીદે મજબૂત કરવા હાકલ કરી હતી, જેને રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDCs) તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું કે વર્તમાન એનડીસી 2030 સુધીમાં ઉત્સર્જનમાં ભાગ્યે જ ઘટાડો કરી શકશે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ પરની ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલે પણ ચેતવણી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 2025 પહેલા ટોચ પર આવશે અને 2030 સુધીમાં 43% સુધી ઘટાડીને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વોર્મિંગ મર્યાદિત કરવું આવશ્યક છે.

ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરશે’

લંડનમાં ચેથમ હાઉસ ખાતે બોલતા, સ્ટિલએ કહ્યું: “NDCs આજે જે રીતે ઊભા છે તે 2030 સુધીમાં એકંદરે ઉત્સર્જનમાં ભાગ્યે જ ઘટાડો કરશે. રાષ્ટ્રીય આબોહવા યોજનાઓની નવી પેઢી સાથે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે આપણે હજી લાંબી મજલ કાપવાની છે. તક છે, પરંતુ આ માટે હવે આપણને મજબૂત યોજનાઓની જરૂર છે. દરેક દેશે એક નવી યોજના સબમિટ કરવી પડશે. વાસ્તવિકતા એ છે કે વૈશ્વિક ઉત્સર્જનમાં G20 માંથી ઉત્સર્જન લગભગ 80% છે. તેમ છતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે નવેમ્બરમાં બાકુમાં યુએન ક્લાઈમેટ કોન્ફરન્સ (COP29) ખાતે વિકાસશીલ દેશો માટે તેમના NDCને મજબૂત કરવા માટે નવો ક્લાઈમેટ ફાઇનાન્સ કરાર મહત્વપૂર્ણ રહેશે. તેમણે વિકસિત અને વિકાસશીલ દેશોને સંવેદનશીલ દેશો માટે દેવા રાહત કરાર પર સંમત થવા હાકલ કરી હતી.

માર્ચ સૌથી ગરમ મહિનો છે

આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે વૈશ્વિક તાપમાન સતત વધી રહ્યું છે. રેકોર્ડ મુજબ, માર્ચ સતત દસમો મહિનો સૌથી ગરમ રહ્યો હતો. યુરોપિયન યુનિયનની કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસે મંગળવારે જણાવ્યું હતું કે છેલ્લા બાર મહિનામાં (એપ્રિલ 2023 – માર્ચ 2024) વૈશ્વિક સરેરાશ તાપમાન 1991-2020ની સરેરાશ કરતાં 0.70 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે.

G-7 અને G-20 દેશો પર વધુ પ્રયત્નો કરવા પર ભાર

COP29 ભારત જેવા દેશો માટે મહત્વપૂર્ણ હશે, જેમણે વિકસિત દેશો પાસેથી તાત્કાલિક ધોરણે ક્લાઈમેટ ફાઇનાન્સની માંગણી કરી છે. યુએનના નિષ્ણાતે G-7 અને G-20 દેશોને વધુ પ્રયત્નો કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
96SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!