26 C
Ahmedabad
Friday, September 13, 2024

આને કહેવાય અમર પ્રેમ, પ્રેમિકાના મૃતદેહ સાથે કર્યા લગ્ન, માંગમાં સિંદૂર ભર્યું


લોકો પ્રેમમાં જીવવાના અને મરવાના શપથ લેતા હોય છે. આસામમાં પણ બે પ્રેમીઓની આવી જ ઘટના સામે આવી છે. જ્યાં બીમારીના કારણે પ્રેમિકાનું મોત થયું હતું. યુવક અને યુવતી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પ્રેમિકાના મોતથી પ્રેમી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. યુવક જીવતો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી શક્યો ન હતો, પરંતુ તેની પ્રેમિકાના મૃત્યુ પછી તેણે સિંદૂર ભરીને મૃતદેહને હાર પહેરાવ્યો.

કહેવામાં આવે છે કે, પ્રેમ એટલે પામવું નહી, પ્રેમ એટલે જીવવું. પ્રેમ એટલે જીવન. અત્યારે દેશભરમાં શ્રદ્ધા વૉકરની હત્યાની ચર્ચા ચાલી રહી છે. શ્રદ્ધા માતા-પિતાની મરજી ન હોવા છતાં પ્રેમી આફતાબ સાથે લિવ-ઈનમાં રહેતી હતી. બન્ને વચ્ચે બોલાચાલી થઈ અને આવેશમાં આવીને આફતાબે શ્રદ્ધાની નિર્મમ હત્યા કરી. આટલુ જ નહીં તેના 35 ટુકડા કરીને ફ્રિજમાં મૂક્યા. આ પ્રકારના ઘણાં કિસ્સા અવારનવાર બનતા હોય છે. એકતરફા પ્રેમમાં અંધ યુવાનો પણ ગુનાને અંજામ આપતા હોય છે. પરંતુ આ પ્રકારના લોકો માટે અસમના એક યુવકે ઉદાહરણ ઉભુ કર્યું છે. અસમના આ યુવકે સાબિત કર્યું કે, પ્રેમ એક પવિત્ર સંબંધ છે.

આ ઘટના અસમના એક ગામની જણાવવામાં આવે છે. પ્રેમિકાની ઈચ્છા હતી કે તે પ્રેમીની દુલ્હન બને. યુવક બિટુપન તમુલીએ પ્રેમિકાની આ અંતિમ ઈચ્છાને પૂરી પણ કરી. અમર પ્રેમની આ કહાનીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, યુવતી લાઈલાજ બીમારીનો શિકાર હતી. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન 18મી નવેમ્બરના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

 

યુવતીના અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી ત્યારે તેનો પ્રેમી બિટુપન ત્યાં પહોંચી ગયો હતો. પ્રેમિકાને આ સ્થિતિમાં જોઈને તે ભાંગી પડ્યો હતો. ચોધાર આંસુએ તે રડી રહ્યો હતો. બિટુપને પ્રેમિકા પ્રાર્થનાની માંગમાં સિંદૂર ભર્યું, વરમાળા પહેરાવી. આ જોઈને ભલભલાની આંખો ભીંજાઈ ગઈ. લોકોની આંખોમાં આંસુ હતા, શોકગ્રસ્ત વાતાવરણ હતું પણ મનમાં એક જ વાત હતી કે, પ્રેમ હોય તો આવો હોય.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
80SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!