મોરબીના સરાયા ગામે નવનિર્મિત સાંઢળા દાદાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જે મહોત્સવ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક ગાયિકા અલ્પ પટેલે રમઝટ બોલાવી હતી. તો બીજી તરફ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. જેનો વિડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.