શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે 5 રનથી જીત મેળવી હતી. યજમાન ટીમે શ્રેણીની પ્રથમ મેચ પણ એક વિકેટથી જીતી હતી. બાંગ્લાદેશે બીજી વખત ભારતને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. આ પહેલા 2015માં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ત્યાં સીરિઝ હારી ગઈ હતી.
ઈજાના કારણે ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઇનિંગ્સની શરૂઆત કરી શક્યો ન હતો. તે 9મા નંબરે ઉતર્યો હતો. આ પછી રોહિતે જવાબદારી લીધી અને તોફાની ઈનિંગ રમી પરંતુ અંતે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ. ટીમને છેલ્લા બોલ પર 6 રનની જરૂર હતી પરંતુ મુસ્તફિઝુર રહેમાને યોર્કર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. રોહિતે 28 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 51 રનની અણનમ ઇનિંગ રમી હતી.