છોટાઉદેપુર LCB દ્વારા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષકની સુચનાથી મિલકત સંબંધી, પ્રોહિબિશન સંબંધી તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા, તેમજ જીલ્લામાં ઝઘડો, તકરાર કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનાર તત્વો સામે કાર્યવાહી કરવા જણાવતા, વિનુભાઈ રામુભાઈ માથાસુરીયા વિરૂધ પ્રોહિબિશનની કલમ- ૬૫ એ ઇ, ૯૮ (૨), ૮૧, ૮૩ મુજબ ગુનો નોંધાયેલો હતો. જે સબંધે તપાસ કરતા પોલીસ ઇન્સ્પેકટર તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની પાસા હેઠળ ધરપકડ કરી “ નવસારી મધ્યસ્થ ” જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
[uam_ad id="382"]
પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી છોટાઉદેપુર LCBના સકંજામાં
LEAVE A REPLY
Stay Connected