હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી જતી અવળચંડાઇને કારણે દરિયાઈ ક્ષમતાને વધારવા માટે સ્વદેશી મિસાઇલ્સ ડીસ્ટ્રોયર INS મોર્મુગાઓને 18 ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, આ જહાજ રિમોટ સેન્સર મશીન, આધુનિક રડાર અને મિસાઈલને હવામાં જ ડિસ્ટ્રોયર કરી શકે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી જતી અવળચંડાઇને કારણે દરિયાઈ ક્ષમતાને વધારવા માટે સ્વદેશી મિસાઇલ્સ ડીસ્ટ્રોયર INS મોર્મુગાઓને 18 ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે.
ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર આઈએનએસ મોર્મુગાઓની લંબાઈ ૧૬૩ મીટર, પહોળાઈ ૧૭ મીટર અને ૭,૫૦૦ ટનનું ‘ડિસ્પેસમેન્ટ’ ધરાવે છે. તેને શક્તિશાળી ગેસ- ટર્બાઇનથી ઊર્જા મળે છે. તેથી તેની ગતિ કલાકના ૪૮ કીલોમીટરની રહેશે. આ યુદ્ધ જહાજ નૌકાદળમાં સામેલ થવાથી, નૌકાદળની તાકત ત્રણ ગણી વધી જશે. દેશના ડિફેન્સ મીનિસ્ટર રાજનાથ સિંહ મુંબઈના ડોકયાર્ડમાં જહાજને લેન્ડ કર્યું હતું. જહાજ પહેલી વાર 19 ડિસેમ્બર 2021ના રોજ દરિયામાં મૂકાયું હતું, જે દિવસે ગોવાએ પોર્ટુગીઝ શાસનથી મુક્તિના 60 વર્ષ પૂર્ણ કર્યા હતા.
જહાજ ચાર શક્તિશાળી ગેસ ટર્બાઇન દ્વારા ચલાવવામાં આવે છે. આ યુદ્ધ જહાજમાં મધ્યમથી દૂર સુધી પ્રહાર કરી શકે તેવા SAM મિસાઇલ્સ વિવિધ નિશાનો પાડી શકે તેવા STS મિસાઇલ, ટોર્પિડો ટયુબ અને લૉન્ચર, સબમરીન વિરોધી રોકેટ લૉન્ચર, તેમજ સુપર રેપિડ ગન માઉન્ટ ઉપરાંત કોમ્બેટ મેનેજમેન્ટ સીસ્ટીમ, ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટ સિસ્ટમ, ફોલ્ડેબલ હેંગર ડોર્સ, ક્લોઝ-ઇન-વેપન સીસ્ટીમ અને બૉ-માઉન્ટેડ સોનાર સામેલ છે. વધુમાં નેવીએ કહ્યું કે, આ જહાજની વિશેષતા એ છે કે લગભગ 75 ટકા સંપૂર્ણ સ્વદેશી છે અને તેને આત્મનિર્ભર ભારતના રાષ્ટ્રીય લક્ષ્ય હેઠળ બનાવવામાં આવ્યું છે.
મોર્મુગાઓ ઉપર બે આરબીઇયુ ૬૦૦૦ પ્રકારના એન્ટી સબમરીન રોકેટ લોન્ચર છે ગમે તેટલી ખરાબ મોસમમાં તેની ઉપર હેલિકોપ્ટર ઉતરી શકે છે, ચઢી પણ શકે છે. તે ઉડતા વિમાન ઉપર ૭૦ કિ.મી. દૂરથી અને જમીન કે સમુદ્ર પરના લક્ષ્ય પર ૩૦૦ કિ.મી. દૂરથી નિશાન પાડી શકે છે. તેની ઉપર ૧૨૭ મી.મી.ની ગન ગોઠવાયેલા છે તેમાં એકે ૬૩૦ એન્ટી મિસાઇલ ગન સીસ્ટમ પણ સામેલ છે.