દુનિયાભરમાં કોરોનાનો આંતક ફેલાવનારો ચીન ફરી એક વખત કોરોનાની ચપેટમાં આવી ગયો છે. ચીનમાં ઝડપભેર કોરોના ફેલાઈ રહ્યો છે, તેને જોતા આગામી દિવસોમાં 80 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે એવો અંદાજો ચીનના સ્વાસ્થય વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં કોરોનાથી મરનારાની સંખ્યા પણ પાંચ લાખ સુધી સુધી પહોંચી શકે છે.
ચીનમાં કોરોનાના વધતા કેસોની ગંભીરતાને જોતા ભારતના સ્વાસ્થય મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે. ચીનની સાથે જ જાપાન, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં પણ કોરોના પોઝિટવ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેથી સ્વાસ્થય મંત્રાલયે સોમવારે બહાર પાડ્યું હતું અને તમામ રાજ્યોને જીનોમ સિક્વેન્સિંગ કરવા પર ભાર આપવાનું કહેવામાં આવ્યું છે, જેથી કરીને કોરોનાનો વેરિયન્ટને ટ્રેસ કરી શકાય. દરમિયાન ચીનમાં વધતા કેસને પગલે સોશિયિલ મિડિયા પર ચીનમાં પ્રવાસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે સોમવારે ભારતમાં કોરોનાના 112 નવા કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 3490 સક્રિય કેસ છે.