28 C
Ahmedabad
Friday, April 26, 2024

આણંદ જીલ્લામાં નાતાલ પર્વની ઉજવણી વચ્ચે ૧૪૪ જેવો પ્રતિબંધ લગાવ્યાના નિર્ણય સામે રોમેલ સુતરિયાની ચીફ સેક્રેટરીને રજુઆત


સમગ્ર વિશ્વમાં ૨૪ ડિસેમ્બરથી નાતાલના પર્વની સમગ્ર વિશ્વમાં જોર શોરથી ઊજવણી થતી જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં આણંદ જીલ્લામાં ઈસાઈ પરિવારો એકંદરે ઘણા જોવા મળતા હોય છે.તેવામા જીલ્લા કલેક્ટર કેતકી વ્યાસ દ્વારા નાતાલ પર્વની ઉજવણીના દિવસો દરમિયાન અર્થાત ૨૪ ડિસેમ્બર ૨૦૨૨થી ૭ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના નામે તઘલખી નિર્ણય જાહેર કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. જેને ટાંકીને જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા જીલ્લા કલેક્ટર શ્રી ની IAS તરીકે પરીક્ષા કરવી જોઈએ તેવા કટાક્ષ સાથે ચીફ સેક્રેટરીને ઈમેલ મારફતે રજુઆત કરી છે. તેમજ જીલ્લા કલેક્ટરના નિર્ણયની સમીક્ષા કરી યોગ્ય નિર્ણય કરવા પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

આ બાબત આણંદ જીલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બની છે. રોમેલ સુતરિયા દ્વારા પાઠવવામાં આવેલી રજુઆત ના શબ્દો જોઈએ તો, આણંદ જીલ્લા કલેક્ટર દ્વારા તારીખ ૨૪ ડિસેમ્બરથી ૭ જાન્યુઆરી દરમિયાન ચાર લોકોથી વધુ લોકો ભેગા થવા પર, સભા કે સરઘસ કાઢવા પર જે પ્રકારે પ્રતિબંધ લગાવતો તઘલખી નિર્ણય કરેલ છે તે સંપૂર્ણ પણે નૈતિકતા, કાયદો તેમજ બંધારણીય મુલ્યોના આધારે અયોગ્ય છે. ચોક્કસ સમુદાયના તહેવારને ધ્યાનમાં રાખીને આ પ્રકારે નિર્ણય ફરમાવવામાં આવે તે કલેકટર શ્રી ની સમુદાય વિશેષ સામેની માનસિકતાનો પરિચય કરાવે છે.

IAS તરીકેના અભ્યાસક્રમ દરમિયાન જ ભારતીય બંધારણનો અભ્યાસ જ મહત્વનું પરિબળ છે ત્યારે દરેક નાગરિકના સમાનતાના અધિકારનું ખડે ચોક ઉલ્લંઘન કરાય રહ્યું હોય તેમ જોતા માનનીય આણંદ જીલ્લા કલેક્ટર શ્રી ને પુનઃ ભારતીય બંધારણ તેમજ મુળભુત અધિકારોના અભ્યાસમાં કચાસ રહી ગઈ હોવાનું પ્રતિત થાય છે.કાયદો વ્યવસ્થાના નામે આ પ્રકારના તઘલખી નિર્ણયનું લોકતંત્રમાં ક્યાંય સ્થાન હોય શકે નહીં. જેથી કોઈ જીલ્લામાં નહીં અને માત્ર આણંદ જીલ્લામાં જ્યાં ઈસાઈ પરિવારો ૨૪ ડિસેમ્બરથી નાતાલ પર્વની ઉજવણી કરવા હરહંમેશની જેમ ઉત્સુક હોય છે જે દરેક નાગરિક તરીકે તેમનો પણ મુળભુત અધિકાર છે જેનું હનન થતાં સમાચાર નાગરિક સમાજ તથા યુવાનોમાં સાંપ્રદાયિક વિચારોનું સિંચન કરી શકે છે જેથી આપ સાહેબ આણંદ જીલ્લા કલેક્ટરશ્રી ના તઘલખી  નિર્ણયની સમીક્ષા કરી યોગ્ય નિકાલ કરાવશો તેમજ જીલ્લા કલેક્ટરને જરુરી અભ્યાસ કરાવી પરીક્ષા કરશો તે માટે નમ્ર અરજ છે. હવે જોવાનું તે રહે છે કે ગુજરાત ચીફ સેક્રેટરી આ બાબતે શું નિર્ણય કરે છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!