હું જ્યારે ભણતો ત્યારે અમારા શિક્ષક દ્વારા અમને શિખવાડવામાં આવ્યું હતું કે, એક સારો શિક્ષક પોતાના પ્રભાવથી જ વિદ્યાર્થીઓને બચાવે છે. પરંતુ કેટલાક શિક્ષકો પોતાનો એવો પ્રભાવ વિદ્યાર્થીઓ પર છોડી જાય છે કે જેમને શિક્ષક કહેવા પણ સૌ વાર વિચાર કરવું પડે છે. જી તાપી જિલ્લાના બોરદા ગામે આવેલી વનરાજ ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયનો શિક્ષક એટલે કે નવીનચંદ્ર પોપટલાલ પટેલ દારૂ ઢીંચેને વિદ્યાર્થીઓને માર મારતો હોવાનું સામે આવ્યું છે.
નવીનચંદ્ર પોપટલાલ પોતે જણાવે છે કે,28મી તારીખે તે કોઈની પાર્ટીમાં ગયો હતો. અને ત્યાંથી વિદેશી દારૂની પાર્ટી કરીને આવ્યો હતો. દારૂડિયા શિક્ષકે બારમાં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એટલે કે કૈલાસ સુરેશભાઈ વસાવાને ધમકાવતાં અને માર મારતા વિદ્યાર્થીએ પોતાના પિતા સુરેશભાઈ પુનીયાભાઈ વસાવાને બોલાવી લીધો હતો. સુરેશ વસાવાએ આ શિક્ષકને પીધેલી હાલતમાં લથડિયા ખાતો જોતાં પોલીસને બોલાવી લીધી હતી. જે બાદ સોનગઢ પોલીસે આ દારૂડિયા શિક્ષકને પોલીસ સ્ટેશન લઈ જઈ પંચનામું કરી આલ્કોહોલની તપાસ અર્થે મેડિકલ ઓફિસર પાસે મોકલ્યો હતો.
કોણ છે દારૂડિયો શિક્ષક ?
બોરદાની વનરાજ ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ફરજ બજાવતો નવીનચંદ્ર પોપટલાલ મૂળ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામનો વતની છે. જે કેટલાય સમયથી દારૂ પીને વિદ્યાર્થીઓને ભણવી રહ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓમાં ડર હોવાથી તેઓ મા-બાપ કે અન્ય કર્મચારીઓને કહી શકતા નહોતા. પરંતુ આ વખતે દારૂડિયા શિક્ષકની કરતૂત સામે આવી ગઈ અને એક દારૂડિયા શિક્ષકના કારણે સમગ્ર બોરદા ઉત્તર બુનિયાદી આશ્રમશાળાને બદનામ થવાનો વારો આવ્યો.