જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં બાલતાલ-ઝોજિલા પાસે હિમપ્રપાત થયો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે. આ બરફના તોફાનમાં કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તમને જણાવી દઈએ કે કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે પહેલગામ અને ગુલમર્ગ સિવાય સમગ્ર ખીણમાં રાત્રિનું તાપમાન વધી ગયું છે.
આ મામલે એક અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે, સોનમર્ગ, ગુલમર્ગ, તંગધાર અને કાશ્મીરના અન્ય ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. તેમણે કહ્યું કે ઉત્તર અને મધ્ય કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે.