74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે બુધવારે વીરતા પુરસ્કાર અને પદ્યશ્રી એવોર્ડનું એલાન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ માટે દેશભરમાંથી 26 લોકોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને પિઠોરો લિપિને જાળવી રાખનારા પરેશ રાઠવાને પદ્યશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આદિવાસી સમાજ માટે પ્રથમ વખત પદ્યશ્રી એવોર્ડની જાહેરાત થતાં સમગ્ર આદિવાસી સમાજ થતાં, રાઠવા સમાજ અને છોટાઉદેપુર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળે છે.
પરેશ રાઠવાને 12,000 વર્ષ જૂની પિઠોરા લિપિને જીવંત રાખવા તેમણે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો કર્યા છે. શિક્ષણ સંસ્થાઓમાં પણ પિઠોરા લિપિ પુરાતન કાળમાં કેવી રીતે ગુફાઓમાં ચિત્રો દોરીને સમજવામાં આવતી હતી તે અંગે પણ તેઓ સતત માર્ગદર્શન કરતા રહ્યા છે. પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરતી વખતે આ તમામ બાબતોનું ઝીણવટ પૂવક ધ્યાન રાખવામાં આવતું હોય છે. પરેશ રાઠવા એક સમર્પિત આદિવાસી કાર્યકર્તા તો છે જ પરંતુ પિઠોરા લિપિને વિશ્વ સમક્ષ વધુ સારી રીતે સમજાવી અને તેને આજના ડિજિટલ યુગમાં પણ કેવી રીતે તે જીવંત રહે એનો સચોટ પ્રયાસ તેમણે કર્યો છે. તે જોતા ખરેખર તેઓ પદ્મશ્રી એવોર્ડ માટે સાચા હકદાર અને લાયક વ્યક્તિ છે.