નસવાડી ગ્રામ પંચાયતની ઓફિસ બહાર પીવાય ગયેલી ઈંગ્લીશ દારૂની બોટલો મોટી સંખ્યામાં જોવા મળતા હાહાકાર મચી ગયો છે. ઈંગ્લીશ દારું પીધા પછી ગ્રામ પંચાયત ઓફિસની પાછળના ભાગે બોટલો ઢગલો કરી રાખી હોવાનું સામે આવ્યું છે. નસવાડી ગ્રામ પંચાયતની ઓફિસમા પાણીના કૂલર પાસે બિયરની ખાલી બોટલ અને ગ્લાસ અને સોડાની બોટલો જોવા મળતા જાણે અંહી દરરોજ દારૂની પાર્ટી થતી હોય તેવું લાગી રહ્યું છે