29 C
Ahmedabad
Friday, April 26, 2024

નોટ કરી લેજો / એપ્રિલમાં 15 દિવસ માટે બંધ રહેશે બેંક, જાણો તમારા શહેરમાં ક્યા-ક્યા દિવસે રહેશે રજા


Bank Holiday in April 2023: નવું નાણાકીય વર્ષ 2024ની શરૂઆત 1 એપ્રિલથી થઈ રહી છે. આવી સ્થિતિમાં ઘણા ફેરફારો પણ થઈ રહ્યા છે. આ ઉપરાંત દર મહિનાની જેમ આ મહિને પણ બેંકોને રજાઓ મળવાની છે. નાણાકીય વર્ષ 2024ના પહેલા મહિનામાં લગભગ 15 દિવસની રજા રહેશે. જો તમે આવતા મહિને બેંક સંબંધિત કોઈ કામ કરવા જઈ રહ્યા છો, તો તમારે રજાઓની યાદી જોવી જોઈએ.

એપ્રિલમાં શનિવાર અને રવિવારની સાથે કુલ 15 દિવસની રજા રહેશે. આ મહિના દરમિયાન મહાવીર જયંતિ, બાબુ જગજીવન રામનો જન્મદિવસ, ગુડ ફ્રાઈડે, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ, સંક્રાંતિ અથવા બીજુ ઉત્સવ અથવા બિસુ તહેવાર, તમિલ નવા વર્ષનો દિવસ, વિશુ અથવા બોહાગ બિહુ અથવા હિમાચલ દિવસ, શબ-એલ-કદ્ર, ઈદ- ઉલ-ફિતર નિમિત્તે બેંકો બંધ રહેશે.

ક્યારે-ક્યારે અને કઈ-કઈ જગ્યાએ બેંકો બંધ રહેશે

  • 1 એપ્રિલના રોજ બેંક ખાતાની વાર્ષિક ક્લોઝિંગ હોવાથી સમગ્ર દેશમાં રજા રહેશે
  • 2 એપ્રિલના રોજ રવિવાર હોવાથી સમગ્ર દેશમાં રજા રહેશે
  • 4 એપ્રિલના રોજ મહાવીર જયંતી હોવાથી અમદાવાદ, આઇઝોલ, બેકાપુર, બેંગ્લુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, જયપુર,    કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર અને રાંચીમાં રજા રહેશે
  • 5 એપ્રિલના રોજ બાબુ જગજીવનરામ જયંતી હોવાના કારણે હૈદરાબાદમાં રજા રહેશે
  • 7 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે હોવાના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે
  • 8 એપ્રિલના રોજ બીજો શનિવાર હોવાથી સમગ્ર દેશમાં રજા રહેશે
  • 9 એપ્રિલના રોજ રવિવાર હોવાથી સમગ્ર દેશમાં રજા રહેશે
  • 14 એપ્રિલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી હોવાના કારણે દેશની મોટાભાગના બેંકોમાં રજા  રહેશે
  • 15 એપ્રિલના રોજ વીશુ/બોહાગ બીહુ/હિમાચલ દિવસ/ બંગાલી નવ વર્ષ હોવાથી અગરતલા, ગુવાહાટી, કોચ્ચી, કોલકાતા, શિમલા અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે
  • 16 એપ્રિલના રોજ શબ-એ-કદ્ર હોવાથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને શ્રીનગરમાં બેંકોની રજા રહેશે
  • 21 એપ્રિલના રોજ ઈદ-ઉલ-ફિતર હોવાથી જમ્મુ, કોચ્ચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકોની રજા રહેશે
  • 22 એપ્રિલના રોજ ઈદ અને ચોથો શનિવાર હોવાથી સમગ્ર દેશમાં બેંક બંધ રહેશે
  • 23 એપ્રિલના રોજ રવિવાર હોવાથી બેંકો સમગ્ર દેશમાં બંધ રહેશે
  • 30 એપ્રિલના રોજ રવિવાર હોવાથી સમગ્ર દેશમાં બેંકોમાં રજા રહેશે

કેટલા શનિવાર અને રવિવાર

એપ્રિલ મહિનો 30 નો છે. આવી સ્થિતિમાં 15 દિવસની રજાઓ છે જેમાંથી 5 રવિવાર અને બે શનિવાર રજાઓ રહેશે. 2, 9, 16, 23 અને 30 એ રવિવાર રહેશે. બીજી તરફ 15મી એપ્રિલ અને 22મી એપ્રિલે બીજો અને ચોથો શનિવાર આવવાનો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!