વ્યારા નગરપાલિકાનો વેરા વધારાનો મુદ્દો ક્યારે ઉકેલાશે તે મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે વેરાનો મુદ્દો હવે દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે. હજુ તો દસ દિવસ પહેલાજ વ્યારા ના નગરજનોએ વેરાને લઈ સત્તાધીશો સામે બાંયો ચઢાવી હતી. સ્થાનિક લોકોએ પાલિકા પ્રમુખ પાસે જવાબ માંગ્યો હતો. પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતા ફરી એકવાર હોબાળો થયો હતો.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, વ્યારા નગરપાલિકાના સત્તાધીશો નગરપાલિકાની હદ બહારના વિસ્તારમાં ગ્રાન્ટનો દુરુપયોગ કરી કામો કર્યા હોવાનો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે. નગરજનોએ જણાવ્યું છે કે, પાલિકા દ્વારા વેરા વધારો પરત ન ખેંચાય તો આવતા શનિવારે ફરી હોબાળો થવાની શક્યતા છે.