વ્યારા તાલુકાના વાઘઝરી ગામેથી ખેરના લાકડો ભરેલો ટેમ્પો વ્યારા વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો છે. પરંતુ લાકડા ચોરોને વન- વિભાગની ટીમ ઝડપી શકી નથી. વન સંરક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ એ,એલ પ્રજાપતિ રેજ ફોરેસ્ટર ઓફીસર તથા વ્યારા રેંજનો સ્ટાફ વાઘઝરી ગામના રસ્તા પર પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન જી.જે.19 ટી 2400 નંબરના ટાટા પીકઅપ ટેમ્પો ગાડીમાં ખેરના લાકડા ભરેલો જથ્થો ઝડપાય ગયો હતો. જ્યારે વન વિભાગની ટીમે ચકમો આપી લાકડા ચોર ફરાર થઈ ગયા છે.
ઝડપાયેલા ટેમ્પોમાંથી ખેરના લાકડા 140 નંગ મળી આવ્યા છે. જેની કિંમત અંદાજે એક લાખ રૂપિયા જેટલી થાય છે. જ્યારે ટાટાપીકઅપની અંદાજીત કિંમત બે લાખ હોય શકે છે. આમ કુલ મળીને ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વ્યારા વન વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, વ્યારા વન વિભાગની ટીમે લાકડા ભરેલો ટેપ્પો તો ઝડપી પાડ્યો છે. પરંતુ આરોપીઓ ફરાર છે. ત્યારે સવાલ એ થાય છે કે, આરોપીઓ ક્યારે પકડાશે.