ગુરુવારના રોજ ડેડિયાપાડાથી રાજપીપળા રોડ પર આવેલી ઘટોલી પાસે મહારાષ્ટ્ર તરફથી કાર્ટૂન ભરેલી ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી. જે ટ્રકના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી મારી ગઈ અને રોડની સાઈટ પર આવેલા ઝાડ સાથે અથડતા ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટોલી વિસ્તારમાં વારંવાર અકસ્માતના બનાવ બની રહ્યા છે. ત્યારે તંત્રએ પણ અંહી ધ્યાન આપવાની જરૂર છે. અને રોડ સેફ્ટીના નિયમો હેઠળ વાહન ચાલકોને સેફ્ટી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે.